Breaking News

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

  શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં  સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

તારીખ :૦૭/૦૫/૨૦૨૩નાં દિને  શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં  સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

આદિવાસી ધોડિયા સમાજની આર્થિક સ્થિતિ બગડતી હોય છે ત્યારે ધોડિયા સમાજના વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાઈ તેવા સમાજના અગ્રણીઓના અને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા મંડળના સહિયારા પ્રયાસથી રાનકુવા સુરખાઈ  ગામે ૨૫માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું. 

જેમાં ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવાહ સંપન્ન કરાયા હતા. સુરત કડોદરાનાં પી.એસ. આઇ. શ્રી રાકેશભાઈ પટેલ તથા તેમનાં ધર્મપત્ની દ્વારા કલશપૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમાજના સેવાભાવી દાતાશ્રીઓ દ્વારા સમૂહ લગ્નમાં યોગદાન આપનારા તમામ દાતાઓનુંસન્માન કરવામાં આવ્યું હતું. તથા સમાજનાં દાતાશ્રીઓના હસ્તે યુગલોને કન્યાદાન કરવામાં આવ્યું હતું. સમાજના દાતાઓશ્રી તરફથી અંદાજિત  ત્રણ લાખ જેટલી રકમ દાન સ્વરૂપે  મળેલ જે બાબત 'સમાજ પ્રગતિ તરફ છે, તેની ઓળખ ઊભી કરે છે.'  ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સમગ્ર આદિવાસી સમાજના પ્રમુખશ્રી પ્રદીપભાઈ ગરાસિયા આ સમુહ લગ્નમાં ઉપસ્થિત રહી ૧૦ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ સમુહ લગ્નોત્સવમાં લગભગ ૪૦૦૦ કરતાં વધુ લોકોએ હાજરી આપી હતી.   

નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારેલ ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ અને સામાજિક આગેવાનો

ધોડિયા સમાજના લોકોને વધુને વધુમાં મદદરૂપ બની શકાય તેવા ધ્યેય સાથે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા મંડળ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમૂહ લગ્ન સહિત અનેક પ્રકારની શ્રેષ્ઠ સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સેવા યજ્ઞમાં સહભાગી વસ્તુ  કે રોકડ  સ્વરૂપે આપેલ દાતાશ્રીઓનું શ્રી જ્ઞાનકિરણ ધોડિયા મંડળના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.તથા ધોડિયા સમાજનાં લગ્નમાં વધી રહેલા ખર્ચાઓ બંધ કરી વધુમાં વધુ લોકોને સમૂહલગ્નનો લાભ લેવા આહવાન કરવામાં આવે છે. 

આ કાર્યક્રમને  સફળ બનાવવા મંડળનાં તમામ કારોબારી સભ્યો અને  ઇજ્નેર ગૃપનાં સભ્યોનો ફાળો નોંધપાત્ર રહ્યો છે, 

નવ યુગલો સાથે મંડળના હોદ્દેદારો
       નવ યુગલોને આપવામાં આવેલ કન્યાદાન


No comments